Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં શેરડીના રસ, પાણીપુરી તથા બરફના ધંધાર્થીઓને વેંચાણ બંધ કરાવતી જામ્યુકો

જામનગરમાં શેરડીના રસ, પાણીપુરી તથા બરફના ધંધાર્થીઓને વેંચાણ બંધ કરાવતી જામ્યુકો

ફુડ શાખા દ્વારા કોલેરા કેસોને લઇ ચેકિંગ : 150 લીટરથી વધુ પાણીપુરીના પાણીનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન પાણીપુરીના પાણી સહિતની સામગ્રીનો નાશ કર્યો હતો તથા 13 પાણીપુરીની રેંકડીઓ, 10 શેરડીના રસની દુકાની તથા બરફનું વેંચાણ કરતાં ત્રણ ધંધાર્થીઓને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેંચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. તેમજ આ બંધ કરાવેલ ધંધાર્થીઓ જો ફરી ચાલુ કરે તો દુકાનો સીલ કરવાની તાકીદ કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કોલેરા પોઝિટિવ કેસ બાબતે ફુડ, એસ્ટેટની સંયુકત ટીમ દ્વારા વોર્ડ નંબર 12, 13, 16, 15 માં ખાણીપીણી જેવી કે પાણી પુરી, ગોલા, શેરડીનો રસ, બરફ, ફાસ્ટફુડના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ચેકિંગ દરમિયાન પાણીપુરીની પાણી સહિતની ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાસ કર્યો હતો. જેમાં કલ્યાણાણી ચોકમાંથી નવ દુર્ગા પાણીપુરીમાંથી ત્રણ લીટર પાણીપુરીનું પાણી તથા એક કિલો પાણીપુરીનો માવો, મહેરબાનસીંહ (પાણીપુરી)માંથી 10 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, લેટેસ્ટ પાણીપુરીમાંથી 10 લીટર પાણીપુરીનું પાણી તથા 1 કિલો પાણીપુરીનો માવો, સાંઈનાથ પાણીપુરી 20 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, મહાપ્રભુજીની બેઠક નજીક બજરંગ ભેલ હાઉસમાંથી 5 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, સિલ્વર સોસાયટીમાંથી બજરંગ પાણીપુરીમાંથી 10 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, ગ્રીનસીટીમાં કાલી પાણીપુરીમાંથી 20 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, રણજીતસાગર રોડ પર શિવ પાણીપુરી માંથી 20 લીટર પાણીપુરીનું પાણી તથા 3 કિલો પાણીપુરીનો માવો, સાંઈનાથ પાણીપુરીમાંથી 20 લીટર પાણીપુરીનું પાણી તથા 2 કિલો પાણીપુરીનો માવો, શ્રી કૃષ્ણ પાણીપુરીમાંથી 20 લીટર પાણીપુરીનું પાણી તથા 3 કિલો પાણીપુરીનો માવો, તેમજ જીતેન્દ્ર ઘુઘરાવાળામાંથી એક કિલો ચટણીનો નાસ કરાવ્યો હતો.

આ ઉપરાંત નહેરના કાંઠે હેમુભાઈ બરફવાળા, કાલાવડ નાકા બહાર જીતેન્દ્ર પરશોતમભાઇ (પાણીપુરી), પરેશ પરશોતમભાઈ (પાણીપુરી), પરશોતમભાઈ ચકુભાઈ (પાણીપુરી), મસ્ત રસ, કલ્યાણી ચોકમાં નવદુર્ગા પાણીપુરી, મહેરબાનસીંહ પાણીપુરી, લેટેસ્ટ પાણીપુરી, સાંઈનાથ પાણીપુરી, બજરંગ ભેલ હાઉસ, બજરંગ પાણીપુરી, કાલી પાણીપુરી, શિવ પાણીપુરી, સાંઈનાથ પાણી પુરી, શ્રીકૃષ્ણ પાણીપુરી, સંગમ બાગ સામે ગાયત્રી પાણીપુરી, કાલાવડ નાકા બહાર બાજરીયા રસ ડિપો, મસ્ત રસ ડિપો, પાંચ હાટડીમાં અમર આઈસ ડિપો, ન્યુ લેટેસ્ટ રસ ડિપો, માંડવી ટાવર પાસે સાગર રસ ડિપો, કે.કે. રસ ડિપો, હવાઈ ચોકમાં કિશોર રસ ડિપો, કાલાવડ નાકા બહાર સંતોષી રસ ડિપો, નાગનાથ ગેઈટ નજીક પટેલ રસ ડિપો, તળાવની પાળ પાસે શિવધારા રસ ડિપો, શક્તિ રસ ડિપો, ભોલેનાથ ડીશગોલા સહિતનાને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેંચાણ બંધ કરાવવામાં આવ્યું છે.

- Advertisement -

તેમજ ન્યુ સ્કુલ પાસે એ-વન ભજીયા, એ-વન ચણાબટાકા, ટેસ્ટ ફુલ લચ્છી, કિશાન ચોકમાં કાંતિભાઈ ઘુઘરાવાળા, ખોજા ગેઈટ પાસે બિસ્મીલ્લહા હોટલ, હુશેની ટી સેન્ટર, ઈકબાલ ભજીયાવાળા, હરીફ ચાવાળા, ગરીબનવાજ ભજીયા, જુનેદભાઈ ચાવાળા, વશીલા ટી સ્ટોલ, અમરનાથ ભેલ, કારાભાઈ ભજીયાવાળા, મહાપ્રભુજીની બેઠક પાસે દિલીપભાઈ ઘુઘરાવાળા, સીલ્વર સોસાયટીમાં લેટેસ્ટ રગડાપુરી, નિસ્બત દાબેલી, કાલાવડ નાકા બહાર ફ્રેશકુલ આઈસ્ક્રીમ, એચ.એ. હોટલ, ધારશકિત ફરસાણ, શ્રીરામ ભરોસે હોટલ, બાપુ ચણાબટાકા, સાહિલ ચણાબટાકા, સબીર ગાઠીયાવાળા, કેજીએન ટી, ઉદય પકવાન, મહાકાલ પકવાન હાઉસ, સોમનાથ ફરસાણ, માલધારી હોટલ, મરબ્બા ચણા બટાકા, બર્ધનચોકમાં દિલીપભાઈ ઘુઘરાવાળા, મારાજ ભેલવાળા, જલારામ ભેલવાળા, ચાંદીબજારમાં ગીગાભાઈ ભેલવાળા, કિસ્મત લીંબુ સરબત, યોગેશ ઘુઘરા વાળા, જય ચામુંડા પકવાન સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા તથા સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઇ હતી તેમજ આ ચેકીંગ દરમિયાન 300 કલોરીનની ગોળીનું વિતરણ પણ કરાવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular