Friday, January 30, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોની સ્ટે. કમિટીની બેઠકમાં 155.37 કરોડના કામોને મંજૂરી

જામ્યુકોની સ્ટે. કમિટીની બેઠકમાં 155.37 કરોડના કામોને મંજૂરી

નાઘેડી બાયપાસ પાસે ફલાય ઓવરબ્રીજ બનાવવા 135.70 કરોડને સૈદ્ધાંતિક મંજૂરી : વિવિધ વિસ્તારોમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર સહિતના કામોને મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશભાઇ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ રૂપિયા 155 કરોડ 37 લાખના વિવિધ વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી તેમજ આગામી 26મી જાન્યુઆરીની ઉજવણી વોર્ડ નંબર 6 વિસ્તારમાં કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન નિલેશભાઇ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ વિકાસકામોને મંજૂરી અપાઇ હતી. જેમાં સપ્લાયની ટેસ્ટીંગ એન્ડ કમિશનિંગ ઓફ ટુ નોસ ઓફ એનિમલ ક્રિમેટોરિયમ ફો બીગ એનીમલ્સ એનડ સ્મોલ એનીમલ્સ માટે રૂપિયા 622.46 લાખ, નાઘેડી બાયપાસ જંકશન પર ફલાય ઓવરબ્રીજ બનાવવાના પ્રોજેક્ટ માટે રૂા. 135.70 કરોડનો સૈદ્ધાંતિક સ્વીકાર, ટી. પી. સ્કીમ નંબર 3/અ (જાડા) એફ. પી. નંબર 83, 84, 87 અને 88 ખાતે નવી કમ્પાઉન્ડ વોલ અને ઓફિસ બનાવવાના કામ માટે રૂા. 178.76 લાખ, વોર્ડ નંબર પાંચમાં સીસીરોડ, પેવર બ્લોક માટે રૂપિયા 250 લાખ, શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં થર્મો પ્લાસ્ટર પેઇન્ટ, રોડ ફર્નિચર જંકશન/ક્રોસિંગ પરનો આઇલેન્ડ ડેવલોપ કરવા માટે રૂપિયા 123.90 લાખ, જુદી જુદી શાખાઓના પ્રીન્ટર, કોમ્પ્યુટર, લેપટોપ, યુપીએસ વગેરેની ખરીદી માટે રૂા. 131.97 લાખ, લાઇટ શાખાની મેઇન્ટેનન્સ કામગીરી માટે ઇલેકટ્રીક આઇટેમોની ખરીદીના વધારાના ખર્ચ માટે રૂપિયા 10 લાખ, જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નવી મુસદ્ારૂપ ટી. પી. સ્કીમ બનાવવા તથા સર્વે અને ડીમાર્કેશનની કામગીરીમાં વધારાના ખર્ચ માટે રૂા. 60 લાખ, વોર્ડ નંબર 13, 14, 15, 16માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂા. 22 લાખ, વોર્ડ નંબર 6,7,8માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂપિયા 13.90 લાખ, વોર્ડ નંબર 1,2,3,4 અને 5માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂા. 29.00 લાખ, વોર્ડ નંબર 9, 10, 11, 12માં ભૂગર્ભ ગટરના કામ માટે રૂા. 12.50 લાખ, વોર્ડ નંબર 4માં નવાગામ ઘેડ, મધૂરમ રેસિડેન્સીમાં આંતરિક રસ્તાની બન્ને બાજુ પેવર બ્લોકના કામ માટે રૂા. 10.17 લાખ, વોર્ડ નંબર 11 ગુલાબનગર, સતવારા સમાજ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂા. 15 લાખ, સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર ગ્રોફેડ મિલ સુધી ડી. પી. રોડ પર સીસી રોડ બનાવવા રૂા. 241.27 લાખ, વોર્ડ નંબર 9ના આણદાબાવા ચકલાથી હવેલી સુધી સીસી રોડ માટે રૂા. 57.58 લાખ, સમર્પણ સર્કલથી વૂલન મિલ, નંદ નિકેતન સ્કૂલ થઇ બેડી રોડ જંકશન સુધીના હયાત રસ્તાને ફોરલેન મુજબ વાઇડનિંગ કરવા રૂા. 63.77 લાખ, વોર્ડ નંબર 7 ખંભાળિયા રોડ પર સિવિક સેન્ટર બનાવવા વધારાના ખર્ચ માટે રૂા. 59.61 લાખ, બેડી અને મહાપ્રભુજીની બેઠક ઇ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ માટે રૂા. 56.40 લાખ તથા શહેરમાં સ્વચ્છતા જનજાગૃતિ, પ્રચાર-પ્રસાર હેતુ વોલ પેઇન્ટીંગના કામ માટે રૂા. 8.45 લાખ સહિત કુલ રૂા. 155 કરોડ 37 લાખના કામોને મંજૂરી અપાઇ હતી. આ ઉપરાંત આગામી 26મી જાન્યુઆરીની ઉજવણી વોર્ડ નંબર 6 વિસ્તારમાં કરવાનું નક્કી કરાયું હતું.

આ બેઠકમાં કુલ અગિયાર સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાની, આસિ. કમિશનર (વહીવટી) મુકેશ વરણવા, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જિજ્ઞેશ નિર્મળ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular