Monday, April 6, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોએ બાકી વેરાની વસુલાત માટે 500 મિલકતોનો પાણી પુરવઠો બંધ કર્યો... -...

જામ્યુકોએ બાકી વેરાની વસુલાત માટે 500 મિલકતોનો પાણી પુરવઠો બંધ કર્યો… – VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાતને લઇ વેરો નહીં ભરનાર આસામીઓનો પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ વિવિધ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 3737 મિલ્કત ધારકો વિરૂઘ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરાને લઇ કડક વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અગાઉ નોટીસ પાઠવવામાં આવ્યા બાદ પણ મિલ્કત વેરો ન ભરવામાં આવતા વેરો નહીં ભરનારા આસામીઓનો પાણી પુરવઠો અસ્થાયીરૂપે બંધ કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.15માં રમેશ હાર્ડવેર વાળી શેરી, વોર્ડ નં.15માં મારૂતીનગર, મથુરાનગર, લક્ષ્મીનગરમાં વેરાની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રવીપાર્ક ઝોન હેઠળના વોર્ડ નં.6 રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક, યોગેશ્ર્વરધામ, સ્વામીનારાયણધામ, વાયુનગર, શિવ ટાઉનશીપ, તિરૂપતિ પાર્ક-2 સહિતના વિસ્તારોમાં મિલ્કત વેરા અને પાણી વેરાની વસુલાત માટે પાણી વિતરણના વાલો સીલ કરી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. અંદાજીત 3737 મિલ્કત ધારકોને અસરકર્તા કામગીરી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular