Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગર17 વેપારીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું જામ્યુકો

17 વેપારીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરતું જામ્યુકો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુધ્ધ ચાલી રહેલ ઝુંબેશના ભાગરુપે શહેરના વિવિધ વિસ્તારોમાં 17 ધંધાર્થીઓ પાસેથી 16 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.

- Advertisement -

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-17 ધંધાર્થી/વેપારીઓ પાસેથી 16 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તેમજ રૂા.8,250નો દંડ વસુલવામાં આવ્યો હતો.

આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ/દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ/ધંધાર્થીઓ/દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular