Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા 16 દુકાનોમાંથી 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

જામ્યુકો દ્વારા 16 દુકાનોમાંથી 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

રૂા.7000 નો વહીવટી ચાર્જ વસૂલાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તિકરણ કામગીરી દુકાન ધારકો પાસેથી કરવામાં આવી હતી. શહેરના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી. જેમાં અલગ અલગ 16 દુકાન ધારકો પાસે કુલ 18 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી રૂા.7000 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular