Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા 17 વેપારીઓ પાસેથી 13 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

જામ્યુકો દ્વારા 17 વેપારીઓ પાસેથી 13 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

રૂા. 8500ના દંડની વસુલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુધ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના 17 ધંધાર્થીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પર્યાવરણ માટે નુકસાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને 120 માયક્રોન સુધીના તમામ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય. આ જાહેરનામાની અમલવારીના ભાગરુપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 4 ટીમો મારફત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 17 ધંધાર્થીઓ/વેપારીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂા. 8500ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular