Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 55 આસામીઓ પાસેથી રૂ. 11 લાખથી વધુ...

જામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા 55 આસામીઓ પાસેથી રૂ. 11 લાખથી વધુ વેરા વસૂલાત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા ધારકો પાસેથી વેરાની વસૂલાત કામગીરી થઈ રહી છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 55 આસામીઓ પાસેથી રૂા.11 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી.

- Advertisement -

મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાને લઇ વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વોર્ડમાં બાકી મિલકત વેરા ધારકો પાસેથી મિલકત વેરો વસૂલવા ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. જેના ભાગરૂપે તા. 21 ડિસેમ્બરના વોર્ડ નં.1 માં 1 આસામી પાસેથી રૂા.11,670, વોર્ડ નં.2 માં 1 આસામી પાસેથી રૂા.28,200, વોર્ડ નં.3 માં 6 આસામીઓ પાસેથી રૂા.54,325, વોર્ડ નં.4 માં 1 આસામી પાસેથી રૂા.23,410, વોર્ડ નં.5 માં 6 આસામીઓ પાસેથી રૂા.1,28,450, વોર્ડ નં.10 માં 3 આસામીઓ પાસેથી રૂા.34,250, વોર્ડ નં.12 માં 1 આસામી પાસેથી રૂા.12,970, વોર્ડ નં.13 માં 1 આસામીઓ પાસેથી રૂા.18,959, વોર્ડ નં.15 માં 2 આસામીઓ પાસેથી રૂા.37,160, વોર્ડ નં.17 માં 7 આસામીઓ પાસેથી રૂા.1,81,150, વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂા.54,070 અને વોર્ડ નં.19 માં 4 આસામીઓ પાસેથી રૂા.97,445 સહિત કુલ 34 આસામીઓ પાસેથી કુલ રૂા.6,82,059ની વસુલાત કરવામાં આવેલ છે.

તેમજ તા. 22 ડિસેમ્બરના રોજ વોર્ડ નં. 1માં એક આસામી પાસેથી રૂા. 8413, વોર્ડ નં. 2માં બે આસામીઓ પાસેથી રૂા. 33700, વોર્ડ નં. 3માં ત્રણ આસામીઓ પાસેથી રૂા. 35752, વોર્ડ નં. 7માં એક આસામી પાસેથી રૂા. 11010, વોર્ડ નં. 10માં એક આસામી પાસેથી રૂા. 16341, વોર્ડ નં. 11માં ત્રણ આસામી પાસેથી રૂા. 52510, વોર્ડ નં. 13માં ચાર આસામીઓ પાસેથી રૂા. 108804, વોર્ડ નં. 14માં બે આસામીઓ પાસેથી રૂા. 88572, વોર્ડ નં. 15માં બે આસામીઓ પાસેથી 44948 સહિત 21 આસામીઓ પાસેથી રૂા. 4,89,550ની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular