જામનગર મહાનગરપાલિકા દ્વારા લેબ ટેકનિશિયન અને ફાર્માસિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ અંગે આજરોજ ભરતી પરીક્ષા યોજાઇ હતી. જામનગર શહેરની સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ સહિત 10 જેટલા વિવિધ સેન્ટરો ખાતે 800 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતાં. કોરોના મહામારીને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને હાથ સેનેટાઇઝ કરાવી ટેમ્પરેચર ગન દ્વારા તાપમાન માપી કલાસરૂમમાં પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત માસ્ક પહેરી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.