Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોને મિલકતવેરા પેટે 7.47 કરોડ અને વોટરચાર્જ પેટે 1.80 કરોડની આવક

જામ્યુકોને મિલકતવેરા પેટે 7.47 કરોડ અને વોટરચાર્જ પેટે 1.80 કરોડની આવક

70.56 લાખનું રિબેટ અપાયું : 6 જૂન સુધીમાં 24569 આસામીઓએ રિબેટ યોજનાનો લાભ લીધો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તા. 6 જૂન સુધીમાં 24569 આસામીઓએ આ યોજનાનો લાભ લેતાં જામ્યુકોને મિલકતવેરા પેટે રૂા. 7.47 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂા. 1.80 કરોડની આવક થઇ છે અને રૂા. 70.56 લાખનું રિબેટ આપ્યું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 17-5-21થી તા. 30-6-21 સુધી રિબેટ યોજના જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી તા. 6-6-21 સુધીમાં 24,569 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. વેરા વળતર યોજના પેટે જામનગર મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રૂા. 7.47 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 1.80 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 70.56 લાખનું રિબેટ આપવામાં આવેલ હતું. આ રિબેટ યોજના અન્વયે મિલકત વેરામાં 15,822 આસામીઓએ રૂા. 56.62 લાખ તથા વોટરચાર્જમાં 8,747 લાભાર્થીઓએ રૂા. 13.94 લાખનું રિબેટ મેળવેલ છે.
વર્ષ 2021-22ની રિબેટ યોજના તા. 30-6-21 સુધી જ હોય તો શહેરીજનોને વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-2006 સુધીની રેન્ટબેઈજ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા, વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-06થી કારપેટબેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ ઉપર જાહેર થયેલ 100 ટકા વ્યાજમાફી અંતર્ગત તા. 6-6-21 સુધીમાં 821 લાભાર્થીઓએ રૂા. 16.63 લાખ વ્યવસાય વેરો ભરપાઇ કરી રૂા. 6.19 લાખની વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજ માફી યોજના તા. 30-6-21 સુધી ચાલુ હોય, બાકીદારોને આ યોજનાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે. વેરા મહાનગરપાલિકાના (1)મુખ્ય કેસ કલેકશન વિભાગ, (2) ત્રણેય (સરૂ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સિવિક સેન્ટર, (3) જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો.ઓપ. બેંક, આઇડીબીઆઇ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ બ્રાંચો તથા (4) મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત ઘર બેઠા ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય આપને વેરો www.mcjamnagar.com પર લોગીન કરી ઘર બેઠાં વેરો ભરો અને મેળવો 2 ટકા (રૂા. 250 મહત્તમ)નું વધારાનું વળતર. આપનો વેરો સમયસર ભરપાઇ કરી વ્યાજના ભારણથી બચવા અને શહેરના વિકાસકાર્યોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular