Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોને 31 મે સુધીમાં મિલકતવેરા પેટે 4.70 કરોડની આવક

જામ્યુકોને 31 મે સુધીમાં મિલકતવેરા પેટે 4.70 કરોડની આવક

વોટર ચાર્જ પેટે 89 લાખની આવક : 46.21 લાખનું રિબેટ આપવામાં આવ્યું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં તા. 31 મે સુધીમાં 17241 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ લીધો છે. જેમાં જામ્યુકોને મિલકવેરા પેટા 4.70 કરોડ તથા વળતર ચાર્જ પેટે 89 લાખ પ્રાપ્ત થયા છે. તેમજ 47.21 લાખનું રિબેટ આપવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકત વેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 17-5-21થી તા. 30-6-21 સુધી રિબેટ યોજના જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી તા. 31-5 સુધીમાં 17,241 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. વેરા વળતર યોજના પેટે જામનગર મહાનગરપાલિકાને મિલકત વેરા પેટે રૂા. 4.70 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 89 લાખ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 46.21 લાખનું રિબેટ આપવામાં આવેલ છે.

આ રિબેટ યોજના અન્વયે મિલકતવેરામાં 10,999 લાભાર્થીઓએ રૂા. 36.40 લાખ તથા વોટરચાર્જમાં 6,242 લાભાર્થીઓએ રૂા. 9.81 લાખનું રિબેટ મેળવેલ છે.

વર્ષ 2021-22ની રિબેટ યોજના તા. 30-6-21 સુધી જ હોય તો સુજ્ઞ શહેરીજનોને વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા, વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-2006થી કારપેટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા/વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ ઉપર જાહેર થયેલ 100 ટકા વ્યાજમાફી અંતર્ગત તા. 31-5-21 સુધીમાં 650 લાભાર્થીઓએ રૂા. 13.26 લાખ વ્યવસાય વેરો ભરપાઇ કરી રૂા. 4.98 લાખની વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. વ્યવસાયવેરામાં 100 ટકા વ્યાજમાફી યોજના તા. 30-6-21 સુધી ચાલુ હોય, બાકીદારોને આ યોજનાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.

વેરા મહાનગરપાલિકાના મુખ્ય કેસ કલેકશન વિભાગ, ત્રણેય (સરુ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સિવિક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો.ઓપ. બેંક, આઇડીબીઆઇ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ બ્રાંચો તથા મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે. આ ઉ5રાંત ઘર બેઠા ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય, આપને વેરો www.mcjamnagar.com પર લોગીન કરી ઘરબેઠા વેરો ભરો અને મેળવો 2 ટકા (રૂા. 250 મહત્તમ)નું વધારાનું વળતર મળી શકશે.

વેરો સમયસર ભરપાઇ કરી, વ્યાજના ભારણથી બચવા અને શહેરનાં વિકાસ કાર્યોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular