Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોને મિલકતવેરા પેટે 22.66 કરોડ અને વોટર ચાર્જ પેટે 4.08 કરોડની આવક

જામ્યુકોને મિલકતવેરા પેટે 22.66 કરોડ અને વોટર ચાર્જ પેટે 4.08 કરોડની આવક

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકતવેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકત ધારકો માટે તા. 17-5-21 થી તા. 30-6-21 સુધી રિબેટ યોજના એટલે કે, વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી છે. વેરો ભરપાઇ કરવામાં બાકી રશહેતા કરદાતાઓ માટે મહાનગરપાલિકાએ આ વેરા વળતર યોજનાની મુદ્તમાં વધુ એક માસનો એટલે કે, તા. 31-7-21 સુધી વધારો કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત તા. 17-5-21થી તા. 27-7-21 સુધીમાં 61.355 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકત વેરા પેટે રૂા. 22.67 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 4.08 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 1.83 કરોડનુ રિબેટ આપવામાં આવેલ છે. આ રિબેટ યોજના અન્વયે મિલકત વેરામાં 41,088 લાભાર્થીઓએ રૂા. 1.50 કરોડ તથા વોટરચાર્જમાં 20,267 લાભાર્થીઓએ રૂા. 32.98 લાખનું રિબેટ મેળવેલ છે.
ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1-4-21થી તા. 27-7-21 સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. 24.60 કરોડ તથા વોટરચાર્જમાં કુલ રૂા. 4.49 કરોડની વસુલાત થવા પામેલ છે.

તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-06થી કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા/વોરટચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular