Wednesday, February 18, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોનું 1854 કરોડનું અંદાજપત્ર સામાન્ય સભામાં બહાલ - VIDEO

જામ્યુકોનું 1854 કરોડનું અંદાજપત્ર સામાન્ય સભામાં બહાલ – VIDEO

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના 1854 કરોડના અંદાજ પત્રને જામ્યુકોની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે. સ્થાયી સમિતિએ કોઇપણ વધારાના કરબોજ વગર મંજુર કરેલા બજેટને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મેયર વિનોદ ખીમસુર્યાના અઘ્યક્ષસ્થાને બુધવારે યોજાયેલી જામનગર મહાપાલિકાના બજેટ બેઠકમાં સ્થાયી સમિતિના અઘ્યક્ષ નિલેશ કગથરાએ જામનગર મહાપાલિકાનું વર્ષ 2025-26નું રિવાઇઝડ તથા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કર્યુ હતું. કુલ 1854 કરોડના આ અંદાજપત્રમાં વર્ષ દરમિયાન 1761 કરોડની આવક દર્શાવવામાં આવી છે. જ્યારે વર્ષના અંતે 280 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા આ બજેટમાં 9.40 કરોડના કરબોજ સૂચવવામાં આવ્યો હતો. પરંતુ સ્થાયી સમિતિએ આ તમામ કરબોજની દરખાસ્ત ફગાવી દીધી હતી. ત્યારબાદ મંજુર કરવામાં આવેલા 1854 કરોડના અંદાજપત્રને અંતિમ મંજુરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શહેરમાં મહત્વકાંક્ષી એવા રીવરફ્રન્ટ પ્રોજેકટ, ઓવરબ્રિજ, ડ્રેનેજ વગેરે કામો માટે નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોને ક્રિકેટ અને ફૂટબોલના મેદાન મળે તે માટેની જોગવાઇ પણ કરવામાં આવી છે. શહેરને હરીયાળુ બનાવવા માટે ગ્રીનબેલ્ટ, ઓકિસીઝન પાર્ક, ગાર્ડન સહિતની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થાને વધુ મજબુત અને સુદ્રઢ બનાવવા માટે પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના 18 કરોડના કામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કરદાતાઓને એડવાન્સ ટેકસમાં રાહત આપવા રીબેટ યોજનાની તેમજ બાકી લેણા પર વ્યાજ માફી યોજનાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જામ્યુકોનું આ બજેટ કુલ 5 થીમ પર આધારીત છે જેમાં ડીઝીટલ ઇન્ફ્રાસ્કચર, સોશ્યલ ઇન્ફ્રાસ્કટર, કોર ઇન્ફ્રાસ્કચર, ગ્રીન ઇન્ફ્રાસ્કચરનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular