જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2021-22ના બજેટમાં દુકાનોનો ટેકસ માફ કરવા વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારી દરમિયાન સરકારની ગાઇડલાઇન મુજબ અંદાજે છ મહિના સુધી જામનગર શહેરના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સરકારની સૂચના મુજબ વેપારીઓએ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું. એક પણ રૂપિયાની આવક વિના તેમની દુકાન તથા મોલની જામનગર મહાનગરપાલિકા ટેકસ વસુલતી હોય, તમામ ગ્રાહકોને છ મહિનાના ટેકસની માફી આપવા માંગણી કરવામાં આવી છે. કારણ કે, વેપારીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ દુકાનો, મોલ વગેરે બંધ રાખ્યા હતાં. તો તેમાં ટકસ લેવો કાયદાની વિરુધ્ધ કહેવાય આથી જો ટેકસ વસુલવામાં આવશે તો જામનગર મહાનગરપાલિકા વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.