જામનગર શહેરમાં જયોતજ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતાં યુવાનના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો તાળા તોડીને કબાટમાં રાખેલી તીજોરીમાંથી 51 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના વતની અને હાલ જામનગર શહેરમાં જ્યોત જયોતિ પાર્ક સોસાયટી-2 માં 83/03 નંબરના મકાનમાં રહેતાં સુનિલભાઈ જીવરાજભાઇ તાલપરા નામના પટેલ યુવાનના બંધ મકાનમાં ગત તા.29 ની રાત્રિના સમયે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાનો નકૂચો કોઇ હથિયાર વડે તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટની અંદરની તિજોરીના લોક તોડી તેમાં રાખેલી રૂા.51,000 ની કિંમતના જુદા જુદા સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવની જાણ કરાતા પીએસએઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.