Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયJEE Advanced 2021ની પરીક્ષાની તારીખો જાહેર

JEE Advanced 2021ની પરીક્ષાની તારીખો જાહેર

- Advertisement -

આઇઆઇટી માં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખની જાહેરાત થઇ ગઈ છે.  કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષા 3 ઓક્ટોબરે યોજાશે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

- Advertisement -

કેન્દ્રીય શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પુરના પરિણામે જે વિદ્યાર્થીઓ જેઇઇ મેન 2021ના ત્રીજા ચરણની પરીક્ષા ન આપી શક્યા હોય તેઓને બીજી વખત પરીક્ષા આપવાનો મોકો મળશે. . મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખદલના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સ 20 અને 220 જુલાઈએ યોજાયેલી JEE Main 2021ના ત્રીજા ચરણની પરીક્ષા નહોતા આપી શક્યા.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ એવા સ્ટુડન્ટ્સને પરીક્ષામાં સામેલ થવાની વધુ એક તક આપશે. તેમણે જણાવ્યું કે તેમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના એવા સ્ટુડન્ટ્સ સામેલ હશે જે 25 અને 27 જુલાઈની પરીક્ષા આપી નહોતા શક્યા.

- Advertisement -

જણાવી દઈએ કે આ વર્ષે  IIT-ખડગપુર આ પરીક્ષાનું આયોજન કરશે. જેઇઇ એડવાન્સની પરીક્ષા આઈઆઈટીમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવતી પરીક્ષા છે. જયારે જેઈઈ મેઈન્સની પરીક્ષા દેશભરની એન્જિનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular