જામનગર શહેર સહિત રાજ્યના આઠ પોલીસ અધિકારીઓની બદલીના આદેશ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જામનગર ઉપરાંત દ્વારકા સહિત આઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઠ પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર શહેરમાં નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં ડીવાયએસપી જયદીપસિંહ એમ. ઝાલાની નિમણૂંક તથા જામનગર શહેરમાં ફરજ બજાવતાં વરુણ વસાવાની ગાંધીનગરની સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ખાતે તથા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના આઇપીએસ રાઘવ જૈનની દેવભૂમિ દ્વારકા ડીવાયએસપી તરીકે તથા બિસાખા જૈનની દાહોદ જિલ્લાના લીનખેડા ખાતે તથા ગાંધીનગરમાં ફરજ બજાવતાં આઇપીએસ અગ્રવાલ જિતેન્દ્ર મોરીલાલની ગિર સોમનાથ જિલ્લાના ઉના ખાતે તથા ગાંધીનગરથી નિધિ ઠાકુરની આઇપીએસની સુરતના કામરેજ ખાતે તથા ગાંધીનગરમાં ફરજ બજાવતાં આઇપીએસ કુરુકોન્ડા સિધ્ધાર્થની દાહોદ ખાતે બદલી કરવાના આદેશ કરાયા છે.