હાલારી ભાનુશાળી સમાજના અગ્રણી અને જામનગરના સીનીયર ધારાશાસ્ત્રી જયંતીલાલ ડાયાલાલ કનખરા (ઉ.વ.77) નું તા.28 ના રોજ અવસાન થયું છે. તેઓએ નવાનગર હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ શહેરની એમ.પી. શાહ લો કોલેજ તેમજ ડીકેવી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. જયંતીભાઈએ ધારાશાસ્ત્રીની ડિગ્રી હાંસલ કરી જામનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાત આરંભી હતી. તેમની પ્રશંસનીય કાર્યવાહીના પગલે તેઓએ ટૂંક સમયમાં જ અનેરી લોકચાહના મેળવી હતી. તેઓ ક્રિમીનલ લોયર તરીકે જાણીતા થયા હતાં. અપક્ષ તરીકે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ સારી નામના મેળવી હતી અને પૂર્વ ડેપ્યુટી મેયર (જેએમસી) સદ્ગતની સ્મશાન યાત્રામાં શહેરના સિનિયર ધારાશાસ્ત્રીઓ, શહેરના વરિષ્ઠ અગ્રણીઓ, બાર એસો.ના સદસ્યો, અન્ય વકીલો, સિનીયર પત્રકારો, ડીકેવી કોલેજ તેમજ એમ.પી.શાહ લો કોલેજના પ્રાધ્યાપકો, અગ્રણીઓ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.