જવાહર નવોદય ચયન પરીક્ષા-2024 તા.20 જાન્યુઆરી 2024ને શનિવારના રોજ સવારે 11.30 થી 1.30 ના સમય દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration વેબસાઇટ પરથી તા.10 ઓગસ્ટ સુધી ભરી શકશે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતા હોય તેમની જ્ન્મતારીખ તા.1-5-2012 પહેલા અને તા.31-7-2014 પછીની ન હોવી જોઈએ. તેમ નવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડાના પ્રિન્સિપલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.