જામનગરના જામસાહેબની નાંદુરસ્ત તબીયતને કારણે આગામી 5 દિવસ માટેની તેમની તમામ એપોઇટમેન્ટ રદ કરવામાં આવી છે. જેની શહેરીજનોને નોંધ લેવા જણાવાયું છે.
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીની તબીયત બગડતી હોય નાંદુરસ્ત તબીયતને ઘ્યાને લઇ આજે અને આગામી 5 દિવસ માટે તેમની બધી એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. હવેથી મંગળવારથી શુક્રવાર સુધી સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી જ એપોઇમેન્ટ મંજુર કરવામાં આવશે.


