Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો દ્વારા કળશ અને પત્રિકા જામસાહેબશ્રીને અર્પણ કરવામાં આવી

- Advertisement -

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી નામદાર મહારાજા જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર મહાનગરના અગ્રણીઓએ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા આદરણીય જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને આમંત્રણ ને સ્વીકારી પૂજન અર્ચન કરી આ ઐતિહાસિક ક્ષણમાં તમામ જામનગરવાસીઓને જોડાવા પણ આહ્વાન કર્યું છે અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular