જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં અને ટેક્ષેસન સલાહકારના પત્નીની કંપનીની પેટા કંપનીના નામે લીઝ ટ્રાન્સફર કરાવી આપવાનું ખંભાળિયા પંથકના શખ્સે કંપનીના ખાતામાંથી રૂા.51 લાખ ટ્રાન્સફર કરાવ્યા છતાં લીઝ નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પૈસાની ઉઘરાણી કરતા યુવાનને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, રાપર અને કચ્છમાં આવેલી અરૂણા શિપિંગ કંપની દ્વારા મીઠુ પકવવા માટે કંપનીએ જમીનનું કુલમુખત્યારનામુુ દલુ કારા રૂડાચને કરી આપ્યું હતું અને આ કુલમુખત્યારનામુ રદ્દ કરી નાખ્યું હોવાની દલુ રૂડાચને જાણ હોવા છતાં તેણે આ કુલમુખત્યારનામુ ચાલુ છે તેમ જણાવી પ્રિમિયર ફાર્મસ્ટેડ કંપનીના મહિલા કર્મચારીને પેટા કંપની સંબેજા કંપનીના નામે જમીનની લીઝ ટ્રાન્સફર કરાવી દેવા માટે દલુ રૂડાચએ મહિલાને વિશ્વાસમાં લઈ પ્રિમિયર ફાર્મસ્ટેડ કંપનીના ખાતામાંથી રૂા.51 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં અને આ 51 લાખની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ લીઝ નહીં મળતા મહિલાના પતિ અક્ષત વ્યાસ દ્વારા અવાર-નવાર દલુ કારા રૂડાચ પાસે પૈસાની ઉઘરાણી કરતા દલુએ પૈસા નહીં આપી દલુ રૂડાચ અને મહેશ કારા રૂડાચ નામના બે શખ્સોએ અક્ષત વ્યાસને મારી નાખવાની ધમકી આપી હતી.
ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામના દલુ રૂડાચ અને ગાંધીનગરના મહેશ કારા રૂડાચ નામના બે શખ્સો દ્વારા ધમકી અપાતા ટેક્ષેસન સલાહકાર અક્ષત વ્યાસ દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે ગાંધીનગર અને ખંભાળિયના શખ્સ વિરૂધ્ધ વિશ્વાસઘાત-છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.