જામનગરના એશ્યોર એકડેમી જોલી બંગલો સેન્ટરના વિદ્યાર્થીઓએ પોતાની અંકગણિતની શૈલી દ્વારા અમદાવાદ સાયન્સ સીટીમાં આવેલા વિજ્ઞાન ભવનમાં જામનગરનું નામ સતત ગુંજતું રાખ્યું. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સતત ર મહિનાથી મહેનત કરી રહયા હતા અને અંતે રાજયકક્ષાએ માનસિક અંકગણિતની સ્પર્ધામાં જામનગરના વિદ્યાર્થીઓએ બાજી મારી, એકેડમી સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પર રહી બેસ્ટ પફોર્મીંગ સેન્ટરનો એવોર્ડ મેળવ્યો અને કુલ 4પ વિદ્યાર્થીઓએ એવોર્ડ જીત્યા, એવોર્ડ જીતનાર વિદ્યાર્થીઓમાં વિનરના સ્થાન પર 19 વિદ્યાર્થીઓ, ફર્સ્ટ રનર અપના સ્થાન પર 14 વિદ્યાર્થીઓ તથા સેક્ધડ રનરઅપના સ્થાન પર 12 વિદ્યાર્થીઓએ એવોર્ડ મેળવ્યો. ખૂબજ ભવ્ય એવા એવોર્ડ સરેમેની સ્થળ અને આયોજનને માણીને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ચકિત થઇ ગયા હતા. આ સ્પર્ધામાં ફકત 7 મિનિટમાં 70 થી 120 જેટલા અઘરા દાખલાઓ કરવાના હતા જેમાં એશ્યોર એકેડેમીના 45 વિદ્યાર્થીઓએ ફળ મેળવ્યુું જયારે ઘણા વિદ્યાર્થીખો ખુબજ ઓછા માર્જીનથી એવોર્ડ મેળવતા રહી ગયા. રાજયકક્ષાની સ્પર્ધાની તૈયારી એકેડમી દ્વારા સંસ્થાના મેનેજિંગ ડાયરેકટર ઉદય કટારમલના માર્ગદર્શન હેઠળ સેન્ટર મેનેજર ચાંદનીબેન શાહ, કોર્ષ ઇન્સ્ટ્રકટર નિલા ઝીંઝુવાડિયા, કાઉનસેલર કિજલ ત્રિવેદી, સી.આઇ. રિધ્ધી પારેખ, ઇન્સીયા હઝુરી સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે 98981 99958 અને 0288 256 7373 પર સંપર્ક કરવો તેવું એશ્યોર એકેડમીના મેનેજિંગ ડીરેકટર ઉદય કટારમલની યાદીમાં જણાવાયું હતું.