જામનગરમાં રહેતા રાજસ્થાનના યુવાનને દિલ્હીના શખ્સે ફોન કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને જામનગરમાં નોકરી કરતા રચિત યાદવ નામના યુવાનના પિતાને વિજયપાલ યાદવ નામના દિલ્હીના શખ્સે ફોન કરી અપશબ્દો કહ્યા હતાં. જેથી રચિતે વિજયપાલ યાદવને ફોન કરી અપશબ્દો ન બોલવાનું કહેતા દિલ્હીના શખ્સે ‘તું મારો ફોન કેમ નથી ઉપાડતો, હું જામનગર આવી ગયો તો તને અને તારા પરિવારને પતાવી દઈશ.’ તેવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે વિજયપાલ યાદવ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.