Monday, April 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ ધરપકડ

જામનગરના બે બૂટલેગરોની ‘પાસા’ હેઠળ ધરપકડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા માટે કવાયત : એલસીબી દ્વારા એકને સુરત અને બીજાને બરોડા જેલહવાલે કરાયા

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનારી હોય અને આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા બે બૂટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે આ ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના શરદભાઇ પરમાર, હિરેનભાઇ વરણવા, સુરેશભાઇ માલકિયા દ્વારા ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા મુરતુઝા ઉર્ફે લાડુ ઓસમાણ રાઠોડ પઠાણ (ઉ.વ.30, રહે. નાગેશ્વર કોલોની, જામનગર) તથા ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહિમ નાથા મસિયા (ઉ.વ. 26, રહેવાસી સનસિટી 2, મોરકંડા રોડ, જામનગર) નામના બે બૂટલેગરો વિરૂઘ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત કલેકટર પરિમલ પંડયા દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

આ દરખાસ્તના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે મુરતુજા ઉર્ફે લાડુ વિરૂઘ્ધ પ્રોહિબિશનના ચાર ગુના હોવાથી પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં તથા ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાયેલા હોવાથી ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular