પોરબંદરમાં ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોન યોજાઈ હતી. જેમાં જામનગરના નાગરિકે વિજેતા થઈ જામનગરનું ગૌરવ વધાર્યુ છે. તેમની આ સફળતા બદલ પરિવારજનો, મિત્રવર્તુળોએ શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદરમાં ઈન્ટરનેશનલ સ્વીમીંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ભરતભાઈ બોડા એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 6 થી 10, 14 થી 30,30 થી 45, 60 થી 80 તથા 80+ વયજુથના વિભાગોમાં યોજાઇ હતી. જેમાં 20 થી વધુ જિલ્લાઓના કુલ 1200 થી વધુ તેરૈયાઓએ ભાગ લીધો હતો. જામનગરના ભરતભાઈ બોડાએ 60+ કેટેગરીમાં એક કિલોમીટરની સ્વીમીંગ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયા હતાં. આ સ્પર્ધાનો રામ સી સ્વીમીંગ કલબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વીમેથોન 2025 માં જામનગરના ભરતભાઈ બોડાએ મેડલ મેળવ્યો હતો.