Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઅંધ અને વૃધ્ધ મહિલાને આશ્રય અપાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

અંધ અને વૃધ્ધ મહિલાને આશ્રય અપાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

- Advertisement -

જામનગરના રોઝી બંદર વિસ્તારમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને અંધ અને અશક્ત મહિલા મળી આવેલ જે મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાને જામનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા સખી વન સ્ટોપના કેંદ્ર સંચાલક નીહારીકાબેન દ્વારા કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે બહેનની ઉંમર આશરે 60 વર્ષની છે અને તેઓ આંખે જોઈ શકતા નથી તેમજ માનસિક અસ્વસ્થ છે. તેથી તેઓને આશ્રયની જરૂરીયાત હોવાથી સેન્ટર પર આશ્રય આપી તેઓને યોગ્ય વાતાવરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. બહેનની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સેન્ટર દ્રારા તેઓને જામનગરના માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં બહેનની સારવાર કરાવી હતી. હાલ બહેનની સાર-સંભાળ લેવાવાળું કોઈ ન હોઈ અને બહેનને લાંબાગાળાના આશ્રયની જરૂરિયાત હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્રારા સમગ્ર હકીકત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલને જણાવેલ અને તેમના માર્ગદર્શન હેઠળ જામનગર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે વૃધ્ધ અને અંધ લોકોને આશ્રય આપતી વિવિધ સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’દ્વારા અંધ મહિલાને પ્રવેશ આપવા તૈયાર દર્શાવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા બહેનની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નિહારિકાબેન પિપરોતર અને કેસ વર્કર હીનાબેન કેશવાલા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ‘પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ’ ખાતે આશ્રય અપાવવાની ઉમદા કામગીરી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular