Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકાલે જામનગરનું પરિણામ, ગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ - VIDEO

કાલે જામનગરનું પરિણામ, ગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ – VIDEO

98 ટેબલ પર ર6 રાઉન્ડમાં થશે મત ગણતરી

- Advertisement -

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની ૧૨-જામનગર લોકસભા બેઠકની મતગણતરી હરિયા કોલેજ ખાતે આવતીકાલ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૮-૦૦ વાગ્‍યાથી શરૂ થશે.

- Advertisement -

૧૨-જામનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ કુલ ૮૬ ટેબલ ઉપર મત ગણતરી થશે. તેમજ પોસ્ટલ બેલેટના કાઉન્ટીંગ માટે ૧૦ ટેબલ રાખવામાં આવશે.

- Advertisement -

વિધાનસભા મતદાર વિભાગ દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ઇવીએમ મશીન માટે ૧૨ ટેબલ તથા ૨૪ રાઉન્ડમાં, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભામાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા જેમાં ૧૨ ટેબલ અને ૨૦ રાઉન્ડ,૭૯-જામનગર (દક્ષિણ)માં ૧૨ ટેબલ અને ૧૭ રાઉન્ડ, ૮૦-જામજોધપુરમાં ૧૨ ટેબલ અને ૨૩ રાઉન્ડ, ૮૧-ખંભાળિયામાં ૧૪ ટેબલ પર ૨૪ રાઉન્ડમાં અને ૮૨-દ્વારકા વિધાનસભા મત વિસ્તારની ગણતરી ૧૨ ટેબલ પર અને ૨૬ રાઉન્ડમાં કરવામાં આવશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular