Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરબર્ફિલા પવનથી ધ્રુજી ઉઠતાં જામનગર વાસીઓ

બર્ફિલા પવનથી ધ્રુજી ઉઠતાં જામનગર વાસીઓ

લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું : વહેલી સવારે તથા મોડી રાત્રે તાપણાનો સહારો લેતા શહેરીજનો

- Advertisement -

છેલ્લા બે દિવસમાં જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડતાં ફરી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. બર્ફિલા પવનોથી શહેરીજનો ધ્રુજી ઉઠયા હતા. જામનગરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે.

- Advertisement -

જામનગરમાં છેલ્લા બે દિવસથી ફરી શીતલહેરનો શહેરીજનો સામનો કરી રહયા છે. ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ ફરી લઘુતમ તાપમાન ગગડતાં શહેરીજનો તાપણાનો સહારો લઇ રહયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 11 ડિગ્રી, મહતમ તાપમાન 24 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા તથા પવનની ગતિ 8.9 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઇ હતી. બર્ફિલા પવનોને કારણે જામનગર શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં કોલ્ડવેવથી શહેરીજનો ધ્રુજી ઉઠયા છે. ઠંડા પવનોને પરિણામે લોકો વહેલી સવારે તથા મોડી રાત્રે બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળી રહયા છે. તેમજ ગરમ વસ્ત્રોમાં લપેટાવાની સાથે-સાથે તાપણનો પણ સહારો લઇ રહયા છે.

તાપમાનનો પારો ગગડતાં ફરીથી લોકો શીતલહેરનો સામનો કરી રહયા છે. ઠંડીનું પ્રમાણ વધતાં લોકો ચા-કોફી, ગરમ સુપ, કાવો સહિતની ખાણીપીણી તરફ વળ્યા છે. તો બીજી તરફ શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય વર્ધક પણ ગણાતી હોય શહેરીજનો યોગ, કસરત પણ કરી રહયા છે. જામનગર શહેરની સાથે-સાથે ધ્રોલ, જોડિયા, કાલાવડ, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સવારે બજારો મોડી ખુલી રહી છે. આ ઉપરાંત શિયાળામાં અનેક પ્રકારના શાકભાજી પણ આવતા હોય અને મકરસંક્રાંતિનો તહેવાર પણ નજીક આવી રહ્યો હોય શહેરીજનો ઉંધિયાની સાથે અડદિયા, ચીકી, ખજુર પાક, જામફળ, બોર, શેરડી, જીંજરા સહિતની શિયાળુ ચીજવસ્તુઓનો પણ આનંદ ઉઠાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular