જામનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના પગલે જામનગર પોલીસ વિભાગે ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડ ફટકાયો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓના નગારા વાગી રહ્યા છે. જેને અનુલક્ષીને જામનગર પોલીસે સતર્કતાના ભાગરૂપે શહેરમાં જી.જી. હોસ્પિટલ, લાલપુર બાયપાસ, પવનચક્કી તથા શહેરના અન્ય હાર્દસમા વિસ્તારોમાં સઘન ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત જામનગર સિટી ‘એ’, જામનગર સિટી ‘બી’ તથા જામનગર પંચકોષી ‘બી’ ડિવિઝનનો કાફલો જોડાયો હતો. પોલીસ વિભાગે સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરી માર્ગ પરથી પસાર થતાં વાહનોના ચાલકો પાસેથી ડોક્યુમેન્ટની તપાસીને ખૂટતા ડોક્યુમેન્ટ અંગે દંડ કર્યો હતો. ફોર વ્હીલ ચાલકોની વાહનમાં લગાડવામાં આવેલા કાળા કાચ દૂર કરી રોકડ દંડ ફટકારાયો હતો. ટ્રીપલ સવારીમાં બાઇકચાલકોને રોકી તેઓ વિરૂઘ્ધ દંડ ફટકારી આકરી કાર્યવાહી હાથ ધરી હતી. નંબરપ્લેટ વગરની કાર અને બાઇક ચાલકો વિરૂદ્ધ પણ પોલીસે લાલ આંખ કરી આકરી કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram
જામનગરમાં ચૂંટણીલક્ષી આજે જીજી હોસ્પિટલ લાલ બંગલા લાલપુર બાયપાસ પવનચક્કી સહિતના વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી તેમાં સીટી બી સી ટી એ પાંચ બી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો કાળા કાચ સીટ બેલ્ટ ત્રીપલ સવારી ડિજિટલ નંબર પ્લેટ સહિતના વાહન ચાલકો દંડાયા હતા.


