ધાનપુર પોલીસ સ્ટેશનના મારામારીના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબી ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનાનો આરોપી નરેશ ઝાપડા સંગોડ છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોય, આ દરમ્યાન હાલમાં મોરબીમાં હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોઇડા, ભરતભાઇ ડાંગર તથા કાસમભાઇ બ્લોચને મળેલ બાતમીના આધારે મોરબી, ટંકારા, હાઇ-વે પર અજંતા ફેકટરીની સામે વાડી-વિસ્તારમાં તપાસ હાથ ધરતા આરોપી નરેશ ઝાપડા સંગોડ મળી આવતા ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધાનપુર પોલીસ સ્ટેશને જાણ કરી સીટી એ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.