Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાપાલિકાનો આદેશ ફરિયાદ-રજૂઆત કે સમસ્યા માટે જવું હોય તો મનાઇ, પૈસા...

જામનગર મહાપાલિકાનો આદેશ ફરિયાદ-રજૂઆત કે સમસ્યા માટે જવું હોય તો મનાઇ, પૈસા આપવા જવુ હોય તો છૂટ!

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા ગઇકાલે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી એક ઓફિસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધતા સંક્રમણને ધ્યાને લઇ જામ્યુકોના કોઇપણ અધિકારી કે, કર્મચારી સંક્રમિત ન થાય તે માટે કોર્પોરેશનની મુલાકાતે આવતાં લોકોના પ્રવેશ ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. લોકોને કોઇપણ સમસ્યા, ફરિયાદ કે રજૂઆત કરવા જવું હોય તો જે તે અધિકારીની મંજૂરી લઇને તેમજ કોર્પોરેશનના દરવાજે કોરોના એન્ટીજન્સ ટેસ્ટ કરાવીને જ જઇ શકાશે, પરંતુ જો કોઇ નાગરિક ટેક્સની ભરપાઇ માટે જામ્યુકોને નાણાં આપવા માટે આવશે તો તેને પ્રવેશની છૂટ આપવામાં આવી છે, નાણાં આપવા માટે નાગરિકોએ કોઇપણની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. આ માટે ફકત તેમણે એક બિલ સાથે રાખવાનું રહેશે. સંક્રમણ અટકાવવા જામ્યુકોના આ પ્રકારના ધારા-ધોરણને લઇને લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું છે. અહીં પ્રશ્ર્ન એ ઉઠે છે કે, ફરિયાદ-રજૂઆત માટે આવતાં લોકો સંક્રમણ ફેલાવે છે? તો નાણાં આપવા લોકો સંક્રમણ નથી ફેલાવતા?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular