Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

જામનગર મહાનગરપાલિકા દ્વારા 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 17 દુકાનધારકો પાસેથી 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 7750 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ની જપ્તિકરણ કામગીરી દુકાન ધારકો પાસે થી કરવામાં આવી હતી. શહેર ના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

તા.12ના રોજ શહેર ના ચાર ઝોન વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણ કામગીરી કરવામાં આવી હતી જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 17 દુકાન ધારકો પાસેથી કુલ 19 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરી રૂ.7750/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular