Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ બે મોબાઇલ ટેકસ કલેકશન વેન નું લોકાર્પણ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ બે મોબાઇલ ટેકસ કલેકશન વેન નું લોકાર્પણ

મેયર, ધારાસભ્ય, કમિશનર, શહેર ભાજપા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ બે મોબાઇલ ટેકસ કલેકશન વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેયર દ્વારા લીલીઝંડી આપી આ ટેકસ કલેકશન વેનને ખુલ્લી મુકવામાં આવી હતી.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયા સ્વપ્ન સાકાર કરવા માટે તથા સરકાર આપના દ્વારે જેવા નાગરિકોની સેવાનો અભિગમ પરિપૂર્ણ કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકો ઘેર બેઠા મિલકત વેરો ભરી શકે તે માટે મોબાલઇ ટેકસ કલેકશન વેન કાર્યરત છે. જેમાં વધુ બે મોબાઇલ ટેકસ કલેકશન વેનનું બુધવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના વહીવટી ભવન સામે મેયર વિનોદભાઈ ખીમસુરીયા દ્વારા લીલીઝંડી આપી મોબાઇલ ટેકસ કલેકશન વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નોબન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી એન મોદી, શહેર ભજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, પાર્થભાઇ જેઠવા, બિનાબેન કોઠારી, મુકેશભાઈ માતંગ, કેશુભાઈ માડમ, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો તથા જામનગર મહાનગરપાલિકાના હોદ્ેદારો ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular