Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરની બજારો ફરીથી ધમધમી ઉઠી

જામનગરની બજારો ફરીથી ધમધમી ઉઠી

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારાના પગલે રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન સાથે રાત્રી કફર્યૂ લાડયો હતો. ગઇકાલે આ નિયંત્રણોની મુદ્ત પુરી થતી હોય, રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના કેસોમાં ઘટાડાના પગલે આજથી મીની લોકડાઉન આંશિક છૂટછાટ આપીને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર-ધંધાની મંજૂરી આપવાનો નિર્ણય લેતાં જામનગરમાં આજે સવારથી વેપાર-ધંધાઓ ફરીથી ધમધમવા લાગ્યા હતાં.

- Advertisement -


રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં મીની લોકડાઉન લાગુ કરાયું હતું. હવે સરકાર દ્વારા તેમાં આંશિક રાહત આપવામાં આવી છે. આજથી સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી લારી-ગલ્લાધારકો તેમજ વેપારીઓને છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વેપારીઓને રાહત મળી હતી. જામનગરમાં સવારે 9 વાગ્યાથી તમામ દુકાનો ખુલ્લી હતી. શહેરની સુપર માર્કેટ, દરબારગઢ, બેડી ગેઇટ, ટાઉનહોલ, રણજીત રોડ સહિતના વિસ્તારો ફરીથી ધમધમવા લાગ્યા હતાં. તો બીજીતરફ લારી-ગલ્લાને પણ મંજૂરી મળતાં ખાણી-પીણીની રેંકડીઓ પણ ખુલતાં સવારથી જ લોકોની ભીડ જામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular