Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાંફી રહી છે જામનગરની કોવિડ હોસ્પિટલ: દર્દીઓનો ફાટ્યો રાફડો

હાંફી રહી છે જામનગરની કોવિડ હોસ્પિટલ: દર્દીઓનો ફાટ્યો રાફડો

હાલ 650થી વધુ સારવાર હેઠળ, જે પૈકી 250 જેટલા દર્દીઓ મોરબી તથા રાજકોટ જિલ્લાના : 20 થી 30 વર્ષના સીરીયસ દર્દીઓ પણ વધુ

- Advertisement -

જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબ વધી ગયું છે. ત્યારે જામનગરની સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. જેના કારણે જી.જી.હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર પણ ખુબ દબાણ વધી રહ્યું છે. આ અંગે ડોકટર એસ.એસ.ચેટરજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં જામનગરમાં 650થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 200 થી 250 દર્દીઓ મોરબી તથા રાજકોટ જિલ્લાના દર્દીઓ છે.

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 3 એપ્રિલના રોજ જી.જી.હોસ્પિટલમાં 310 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે 5 દિવસ બાદ હાલ 650 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. આમ 5 જ દિવસમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ડબલ થઇ ચૂકી છે. જેમાંથી 250 થી 300 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે. ડોકટર એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું કે, પાંચ થી છ બાળકો કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે હાલમાં 20 થી 35 વર્ષની વયના વધુ દર્દીઓ પણ સિરિયસ હાલતમાં છે. છેલ્લા બે ત્રણ દિવસમાં 30 થી વધુ દર્દીઓના મોત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ આ મોત કોરોનાથી થયા છે કે નહીં તે કમીટી નક્કી કરશે. જી.જી.હોસ્પિટલમાં છેલ્લા બે ત્રણ દિવસથી અન્ય જિલ્લાઓના ગંભીર દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. આથી તેમણે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાના દર્દીઓ બહારથી આવતા હોય તેમાં પણ સમય પસાર થતો હોય જેના કારણે પણ તેમની સ્થિતિ ગંભીર બની જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular