Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની યુવતીનો બેડની નદીમાં ઝંપલાવી આપઘાત

જામનગરની યુવતીનો બેડની નદીમાં ઝંપલાવી આપઘાત

તાવમાં જમવા બાબતે માતાના ઠપકાનું લાગી આવ્યું : ઘરેથી નિકળ્યા બાદ બુધવારે સાંજે સસોઇ નદીમાં ઝંપલાવ્યું

- Advertisement -

જામનગર તાલુકાના બેડ ગામની નદીમાંથી બુધવારે સાંજના સમયે યુવતીનો મૃતદેહ સાંપડતા પોલીસે સ્થળ પર પહોંચી ઓળખ મેળવતા મૃતક યુવતી જામનગરની હોવાનું ખૂલ્યું હતું અને તેણીએ માતાના ઠપકાનું માઠું લાગી આવતા બેડ ગામની સસોઇ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી સસોઇ નદીમાં બુધવારે સાંજના સમયે કોઇ મૃતદેહ હોવાની જાણના આધારે સ્થાનિક લોકોએ નદીમાંથી એક યુવતીનો મૃતદેહ બહાર કાઢયો હતો અને આ અંગેની જાણના આધારે સીક્કા પોલીસના હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર પહોંચી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતદેહ જામનગરના એરફોર્સ 1 નજીક આવેલી ડિફેન્સ કોલોની ગાયત્રીમંદિર વાળી શેરીમાં રહેતા રમેશભાઇ ઓડીચની પુત્રી સપના (ઉ.વ.22) નામની યુવતીનો હોવાની ઓળખ તેના વિશાલ દ્વારા કરવામાં આવી હતી તેમજ વધુમાં મળતી વિગત અનુસાર, મૃતક યુવતી જીદી સ્વભાવની હતી અને થોડાં સમયથી તાવ આવતો હતો અને તેની સારવાર ચાલુ હોય તે દરમિયાન જમતી ન હોવાથી તેણીની માતાએ આપેલા ઠપકાનું માઠું લાગી આવતા ઘરેથી નિકળી બેડની સસોઇ નદીમાં આપઘાત કર્યાનું ખૂલ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular