જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. શેરડીના રસના ચીચોડા, તરબુચ અને કેેરીના સ્ટોલ સહિતના 15 થી વધુ મંડપ સામિયાણા સહિતના દબાણો હટાવાયા હતાં.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ઓશવાળ હોસ્પિટલના સર્કલથી પવનચકકી થઈને સાધના કોલોની રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએથી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી. ત્રણ જેટલા ટે્રકટરમાં રેંકડી પથારાના માનસમાનની જપ્તીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉપરોકત માર્ગે મોટાપાયે શેરડીના રસના ચીચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઉભાકરાવી દેવાયા હતાં. ઉપરાંત તરબુચ, કેરી તથા અન્ય ફળ ફ્રુટના વેંચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઉભી કરી દેવામાં આવી હતી. તેવા 15 જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે અને આશરે ત્રણ ટે્રકટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઇને ઉપરોકત વિસ્તારમાં રેંકડી પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.
જામનગર એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિરત
ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પરના દબાણો દૂર કરાયા : શેરડી, રસના ચીચોડા, તરબુચ અને કેરીના પંદરથી વધુ મંડપો કબ્જે