પંચાયત વિભાગના જાહેરનામા ક્રમાંક કેપી/16/2021/પીએસાઅર/1394/766/ખ તા.8/7/2021થી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ (કાર્યો) નિયમો-1998 ‘રદ’ થયેલ છે તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોઈ પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો ‘રદ’ કરવામાં આવેલ છે.
આથી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, જામનગરની જાહેરાત ક્રમાંક: DPSSC10/201819/1 જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબી) અને જાહેરાત ક્રમાંક: DPSSC10/201819/2 તલાટી કમમંત્રીની ભરતીની જાહેરાત રદ થયેલ હોવાથી, જિલ્લા પંચાયત જામનગરમાં અરજી કરેલ જનરલ કેટેગરીના ઉમેદવારોએ (1) પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ અને (2) પરીક્ષા માટે અરજી કર્યાનું ફોર્મ આઈ.ટી.આઈ. મુખ્ય બિલ્ડીંગ, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જામનગર ખાતે તા.27/9/2021 થી તા.7/10/2021 સુધી (જાહેર રજા સિવાય) સવારે 10-30 થી સાંજે 18-10 દરમ્યાન રૂબરૂ રજુ કરીને પ્રતિ પરીક્ષા દીઠ ફીની રકમ રૂ.100 પરત મેળવી લેવાની રહેશે. ફી લેવા આવનારે કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ અંગે કોઈ પ્રશ્ર્ન/રજૂઆત હોય તો હિસાબી અધિકારી, હિસાબી શાખા, જિલ્લા પંચાયત જામનગરને કરવાની રહેશે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) જામનગરની યાદીમાં જણાવાયું છે.
જામનગર જિલ્લા પંચાયત દ્વારા તલાટી-જુનિ. કલાર્કની ભરતી રદ્ થતાં ઉમેદવારોને ફી પરત
આઇટીઆઇ મુખ્ય બિલ્ડીંગમાં તા.27-9 થી 7-10 સુધી ફી મેળવી લેવી