Sunday, January 26, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને મારી નાખવાની ધમકી

જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને મારી નાખવાની ધમકી

વોટસએપ ગ્રુપ મારફત તેઓના વતનમાંથી ધમકી અપાયાની પોલીસ ચોપડે ફરિયાદ

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને તેમના વતનના ગામમાંથી વોટસએપ ગ્રુપમાં એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના રોજીયા ગામના વતની અને હાલ જામનગર ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન લખધીરસિંહ જાડેજાને તા.3 ના રોજ દરબારી ડાયરો નામના વોટસએપ ગ્રુપમાં યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાએ તેના મોબાઇલ નંબર 76981 11101 નંબર ઉપરથી ગાળો તથા ધમકી આપતા મેસેજ લખ્યા અને ઓડિયો રેકોર્ડીંગ દ્વારા ગાળો આપી મેસેજ વાયરલ કર્યા હતાં તેમજ ફરિયાદીના છોકરાને મૂકવાનો થતો નથી તેવી ધમકી આપી હતી અને જાનથી મારી નાખી નાખવાની ધમકી આપી હોવાની લખધીરસિંહ દ્વારા ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી એએસઆઈ એમ. પી. મોરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular