જામનગર જિલ્લા જેલમાં આરોગ્ય વિભાગ જામનગર તેમજ જિલ્લા જેલના સંયુકત ઉપક્રમે 5માં તબક્કાનું કોરોના રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ સુપ્રિટેડેન્ટ પી.એચ.જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા રસીકરણમાં નવા આવેલ જેલ કેદીઓને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે 418 જેટલા કેદીઓને કોરોના વેકિસન અપાઇ ચૂકી છે.