Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક દ્વારા લેણા વસૂલાત કામગીરી

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક દ્વારા લેણા વસૂલાત કામગીરી

- Advertisement -

ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા વાલાસણ સેવા સહકારી મંડળીના 51.19 લાખ ચડત વ્યાજની રકમ બાકી હોવાથી મંડળીના બે ગોડાઉન તેમજ એક ઓફિસને સિલ કરવામાં આવી હતી.

- Advertisement -

ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ.ના ચૂસ્ત શિસ્ત અને અનુશાસનના આગ્રહી એવા બેંકના ચેરેમન પી.એસ. જાડેજા પારદર્શી વહીવટ અને સચોટ કામગીરી માટેના આગ્રહી છે. તેમના દ્વારા હાલ બેંકની કાર્ય પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરી નવી કાર્યપદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનાથી બેંકના સભાસદ તથા ગ્રાહકોને નવી સવલતો મળવા પામી છે. ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજાની અવિરત જહેમતના કારણે હાલ જિલ્લા બેંકના સભાસદો અને ગ્રાહકોને વિવિધ બાબતે પડતી મુશ્કેલીઓનો મહદ અંશે અંત આવ્યો છે. સાથે સાથે ખેડૂતોના નાણાંકીય હિત જોખમાય નહીં તે માટે તેઓ દ્વારા બેંકની તમામ કામગીરી ઉપર સતત દેખરેખ રાખવામાં આવે છે. જેમાં ખાસ કરીને બેંકના લેણાની વસૂલાતની કામગીરી કડક હાથે ધરવામાં આવી રહી છે. તાજેતરમાં બેંકના ચેરમેન પી.એસ. જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ બેંકના રીકવરી અધિકારી એ.કે. ડાંગર, પી.આર.ભોગાયતા, ડી.બી. પંડયા, એચ.જે. જાડેજા વિગેરે દ્વારા આ અંગેની કાર્યવાહી કરી વાલાસણ સેવા સહકારી મંડળી લી. ના રૂા.51.19 લાખ ચડત વ્યાજની ઘણાં લાંબા સમયથી બાકી હોવાથી મંડળીના બે ગોડાઉન તેમજ એક ઓફિસને સીલ કરી દફતરી ચોપડાઓનો કબ્જો મેળવેલ છે. આગામી સમયમાં મંડળીના બાકીદારો પાસેથી વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોની મિલકત જપ્તી જેવી કડક કાર્યવાહીઓ પણ કરવામાં આવશે તેવું પી એસ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular