Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 688 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

જામનગર જિલ્લામાં 688 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

શહેરમાં 305 અને ગ્રામ્યમાં 383 દર્દીઓ સાજા થયા : 24 કલાકમાં શહેરમાં 298 ગ્રામ્યમાં 176 નવા પોઝીટીવ દર્દીઓ : જીલ્લામાં કોરોનાથી 4 દર્દીઓના મોત

- Advertisement -

જામનગર શહેર અને જીલ્લામાં ઘણા સમયથી કોરોના સંક્રમણનો કહેર અવિરત રહ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહ થી આ સંક્રમણ ના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જીલ્લામાં 477 પોઝીટીવ કેસોની સામે 688 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને જીલ્લામાં કુલ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા હોવનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા એક માસથી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. એક સપ્તાહથી રાજ્યમાં પોઝીટીવ કેસોની સંખ્યાની સરખામણીએ સાજા થનાર દર્દીઓની સંખ્યા રાહત રૂપી વધતી જાય છે. જામનગર શહેર અને જીલ્લામાં પણ એક માસથી સતત વકરતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં એક સપ્તાહથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ સતત વધતી જાય છે. છેલ્લા 24 કલાકના આંકડાઓમાં જામનગર શહેરમાં 298 પોઝીટીવ અને ગ્રામ્યમાં 176 મળી કુલ 474 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે શહેરમાં 305 અને ગ્રામ્ય વિસ્તારોમાં 383 મળી કુલ 688 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ જામનગર શહેરમાં આજ દિવસ સુધી કુલ 359488 અને ગ્રામ્ય વિસ્તારોમાં 265744 લોકોના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે. અને 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં એક અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ મળી કુલ ચાર દર્દીઓના કોરોનાથી મોત થયાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. જયારે બિનસતાવાર રીતે જામનગર શહેરમાં મૃત્યુનો આંકડો 00 થયો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular