જામનગરની જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા જુનિયર ડોકટરોને સીનીયર ડોકટરો માટે ચા-કોફી-નાસતાના રૂપિયા આપવા પડતા હોવાનો ખર્ચનો વાયરલ મેસેજ થયા બાદ ડીન ડો. નંદની દેસાઈ દ્વારા બે કમિટી નીમી તપાસ રીપોર્ટ આવી ગયો હોવાનું અને હજુ એક ત્રીજી હાયર કમિટી તપાસ કરી રહી હોવાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે.
જામનગરની જી. જી. હોસ્પિટલ અવાર-નવાર વાદ-વિવાદમાં સપડાતી હોય છે. જ્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં ગાયનેક વિભાગમાં જુનીયર ડોકટરો એ સીનીયર ડોકટરો માટે ચા-કોફી નાસતા અને જમવાના રૂપિયા આપવા પડતા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જી. જી. હોસ્પિટલ ચર્ચાના ચકડોળે ચડી છે. ત્યારે આ અંગે ડીન ડો. નંદનીબેન દેસાઈ હરકતમાં આવ્યા છે અને આ અંગે બે કમિટી નીમી હતી. જેનો તપાસ રિપોર્ટ પણ આવી ગયો છે અને હજુ એક ત્રીજી હાયર કમિટી પણ તપાસ કરી રહી છે. તેમજ વધુમાં ડીન ડો. નંદનીબેન દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ જુનીયર ડોકટરોના એસોસિએશનને પણ સાંભળ્યા છે અને આ અંગે વધુ તપાસ થઈ રહી છે.