રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાઇ રહી છે. આ યાત્રા ગુજરાતમાં ગોધરા ગામે પહોંચી ચૂકી છે. ત્યારે આજરોજ તા. 8 માર્ચના વિશ્ર્વ મહિલા દિવસે ગોધરામાં ભારત જોડો યાત્રામાં જામનગર કોંગ્રેસના મહિલાઓ દ્વારા પરંપરાગત પોશાકમાં સજ્જ થઇ ગુજરાતની ઓળખ એવા ગરબા રમી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તકે જામનગર વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના મહિલાઓએ ગરબા રમી યાત્રાનું સ્વાગત કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતાં.