ડો. બાબાસાહેબ આંબેડકરના પરિ નિર્વાણ દિવસ નિમિત્તે આજરોજ કોંગ્રેસ દ્વારા પણ જામનગરમાં ડો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ઉપરાંત કોંગ્રેસ અગ્રણી સાજિદ બ્લોચ તથા ભરતભાઇ વાળા સહિતના કોંગ્રેસના અગ્રણીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.