ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની આજે 30 મી પુણ્યતીથીની જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. આજરોજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતીથી નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, કોંગ્રેસ અગ્રણી એ.કે.મહેતા, કર્ણદેવસિંહ જાડેજા, ધવલભાઇ નંદા, તોસિફખાન પઠાણ સહિતના કોંગ્રેસના હોદ્ેદારો કાર્યકરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહી રાજીવ ગાંધીની તસ્વીરને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં શહેરીજનોને કોરોના મહામારીને ધ્યાને લઇ માસ્કનું નિ:શુલ્ક વિતરણ પણ કર્યું હતું.