જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા નવી અમલમાં આવી રહેલ પેઇડ પાર્કિંગ પોલીસીની જોગવાઈ લાગુ કરતા પહેલા શહેરના મોટા ભાગના કોમર્શીયલ કોમ્પલેકસોમાં પાર્કિંગ એરિયામાં, થયેલા ગેરકાયદેસર બાંધકામો દુકાનો ઓફિસો દુર કરી નિયમ મુજબ આગળ પાછળ જરૂરી માર્જીન મુકાવી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવી બાદમાં જરૂરી ડી.પી.કપાત કરીને રોડ રસ્તા પહોળા કરવા જોઇએ. વધતા જતા શહેરીકરણને કારણે વાહનોની સંખ્યા પણ વધી છે જેથી રોડ રસ્તા ઉપર પાર્કિંગ કરવાની ફરજપાડી છે. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા અવારનવાર વાહનો ટોઇગ કરી લેવામાં આવે છે. તે સામાન્ય નાગરિકો વારંવાર દંડાઇ છે ત્યા નથી પેઇડ પાર્કિંગ પોલીસીથી જનતાના ખિસ્સા ઉપર વધારાનો બોજ પડશે. જેથી આ પેઇડ પાર્કિંગ પોલિસીનો જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા ભરત વાળાની યાદીમાં જણાવાયું છે કે, આગામી દિવસોમાં આ પેઈડ પાર્કિંગ પોલિસી અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી મ્યુ.કમિશનર વિજય ખરાડીને લેખિતમાં જણાવ્યું હતું.