Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર ભાજપા યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે દેશભકિતનો કાર્યક્રમ યોજાયો...

જામનગર શહેર ભાજપા યુવા મોરચા દ્વારા શહીદ દિવસ નિમિત્તે દેશભકિતનો કાર્યક્રમ યોજાયો – VIDEO

વીર શહીદોના પરિવારજનોનું સન્માન કરાયું

જામનગર શહેર ભાજપા યુવા મોરચા દ્વારા શહિદ દિવસ નિમિતે દેશભકિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપાના અગ્રણીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

23 માર્ચના આ દિવસે વર્ષ 1931માં ભારતના ત્રણ મહાન ક્રાંતિકારીઓ-ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અંગ્રેજ સરકાર દ્વારા લાહોર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેઓએ નાની ઉંમરે હસતા મુખે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર શહેર દ્વારા શહીદો ના નામે દેશભક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વીર શાહિદ અશોકસિંહ ગોવુભા જાડેજા, રમેશભાઈ વિક્રમભાઈ જોગલ, હરિલાલ મેઘજી મકવાણાના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, યુવા મોરચાના અધ્યક્ષ સહદેવ ડાભી, યુવા મોરચા પ્રભારી સુખદેવભાઈ દલવાણીયા, પ્રદેશ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા સહિત વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ના ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular