Saturday, April 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપના નવા ઉમેદવાર

જામનગર જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપના નવા ઉમેદવાર

જિલ્લા પંચાયતની 23 બેઠકો ઉપર ભાજપના તમામ ઉમેદવારો નવા : મોટી ગોપની બેઠકના ઉમેદવારની જાહેરાત બાકી : આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : મોટી ગોપના ઉમેદવાર સીધું ફોર્મ જ ભરે તેવી શક્યતા

જામનગર જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -

પાર્ટીએ એક સાથે 23 બેઠકો પર અગાઉના ઉમેદવારોની ટિકિટો કાપીને સંપૂર્ણ નવા ચહેરાઓને તક આપી છે, જેને કારણે રાજકીય ક્ષેત્રમાં આશ્ર્ચર્યની લાગણી ફેલાઈ ગઈ છે. સૂત્રો મુજબ, ભાજપે આ વખત ફ્રેશ ફેસ ફોર્મ્યુલા અપનાવીને યુવા અને સક્રિય કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે સ્થાનિક સ્તરે બદલાતી પરિસ્થિતિ અને મતદારોની પસંદગીને ધ્યાનમાં રાખીને આ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ નિર્ણયથી પક્ષના કેટલાક જૂના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે, જ્યારે નવા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ દાવ જોખમી હોવા છતાં ચૂંટણીમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ છે. હવે જોવાનું રહ્યું કે સંપૂર્ણ નવા ચહેરાઓ સાથે ભાજપ ચૂંટણીમાં કેટલો ફાયદો ઉઠાવે છે.
ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની આચાર સંહિતા લાગૂ થયા બાદ આ તમામમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ જ દેશના સૌથી મોટા પક્ષ ભારતીય જનતાપાર્ટી દ્વારા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારની યાદી મોડીસાંજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં આ ઉમેદવારી યાદીમાં મોટાભાગે જૂના કોર્પોરેટરો, સભ્યોની બાદબાકી કરી નાખવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને પદાધિકારીઓને તો રાજ્યમાં મહ્દઅંશે રિપીટ કરવામાં આવ્યા નથી. જેના કારણે પક્ષમાં આંતરિક રોષ ભભૂકી ઉઠયો છે.
જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો આ જિલ્લા પંચાયતની ચોવીસે ચોવીસ બેઠક પર ભાજપે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગત્ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો અને પદ ઉપર રહેલા ઉમેદવારો સહિત તમામને સાઇડલાઇન કરી નવા ઉમેદવારોને તક આપી છે. જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર નવા ઉમેદવારો આવવાથી પરિણામ ઉપર કેવી અસર પડે તે મતગણતરી બાદ જ ખબર પડશે.

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી ભારતીય જનતાપાર્ટીએ 23 બેઠકોના નવા ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે એકમાત્ર મોટી ગોપ બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. મહત્ત્વની બાબત એ છે કે, આ બેઠક ‘આપ’ના ધારાસભ્યના ગામની હોવાથી સક્ષમ ઉમેદવારની તલાશમાં ભારતીય જનતાપાર્ટી ડાયરેક્ટ ફોર્મ ભરાવીને જ ઉમેદવાર જાહેર કરશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular