જામનગર જિલ્લાના રાજકીય ક્ષ્ોત્રમાં પ્રજાના પ્રતિનિધી દ્વારા કરવામાં આવેલા કામનો હિસાબ આપવાાની એક અનુકરણીય પધ્ધતી 78 જામનગર વિધાનસભા બેઠકમાં ધારાસભ્યારા શરૂ કરવામાં આવી છે. તેઓ પોતાની પહેલી ટર્મ થી આજ દિવસ સુધી પ્રજાને પોતાના કામનું રીપોર્ટ કાર્ડ આપતા રહયા છે અને એમની આ નિતી તમામ રાજકારણીઓ માટે માર્ગ દર્શક બની છે તેમ વોર્ડ નં. પ અને 9ના લોક દરબારમાં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભવોએ પોતાના પ્રવચનોમાં આ વાત કરી હતી. આ વખતે પણ જંગી મેદની સ્વંભુ ઉમટી પડી હતી.
જામનગર-78 વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નં. પમાં રૂા. 1,77,17,પ00થી વધુ રકમની ગ્રાન્ટ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ફાળવીને વિકાસના કામોને વેગ આપ્યો છે અને આ સાથે સાથે યોજાયેલા વોર્ડ નં. 9ના લોક દરબારમાં ધારાસભ્યએ હિસાબ આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પણ વિકાસના કામો કરવા માટે પણ રૂા. 61,1પ,000ની ગ્રાન્ટ ફાળવી અને અનેક વિકાસના કામોથી લોકોની સુવિધામાં વધારો કરેલ અને સાથે શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીનો ફલાયઓવરનું કામ હાલ કાર્યરત છે. તેજ રીતે સૌરાષ્ટની નંબર વન ગણાતી જી.જી. હોસ્પિટલમાં લોકોને વધુ સારી સારવાર આરોગ્ય ક્ષ્ોત્રે મળી રહે તે માટે અધતન સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ સંબોધન કરતા જણાવ્યું હતું.
વોર્ડ નં. પના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના મેયર બિનાબેન કોઠારીએ ધારાસભ્યના લોક દરબાર દ્વારા કરેલા વિકાસના કામોનો હિસાબ આપવાના આ અભિગમને બિરદાવ્યો હતો. આ લોક દરબાર દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરીને જાહેર જીવનમાં તેમને એક નવો રાહ અમને બતાવ્યો છે. આ લોક દરબારમાં પૂર્વ મેયરઅમીબેન પરીખે ધારાસભ્ય દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ લોકોની વચ્ચે દરેક વોર્ડમાં જઈને તેમના વિકાસનાકામોની યાદી લોકોને આપે છે. જે કાર્યની હું સાક્ષ્ાી બની છું. પ્રજાના સેવક તરીકે ભાજપની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે ધારાસભ્યના આ કાર્યથી વેગ મળ્યો છે.
વિધાનસભા મત વિસ્તાના વોર્ડ નં. 9 માં જુદા-જુદા વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં રૂા. 61,1પ,000 વિકાસના કામો કરેલ છે. આ કામો માટે ગ્રાન્ટ ફાળવવા બાબત ધારાસભ્યને મહાનગરપાલિકાના શાસક જુથના નેતા કુસુમબેન પંડયાએ ધારાસભ્યની લોક દરબારમાં હિસાબ આપવાની પધ્ધતિથી કોર્પોરેટરોને પણ પ્રેરણા મળે છે. લોકો પાસેથી સુચનો મેળવી તેમના વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો અભિગમ અનેરો બન્યો છેે.
વેપારી આગેવાન શ્રેણીકભાઈ મહેતાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને ર0રરની આવનારી ચુંટણીમાં જંગી બહુમતીથી વિજય બને તેવી શુભેચ્છા પાઠવી હતી અને હુકભાના કાર્યોને બિરદાવ્યા હતા.
આ લોક દરબારમાં શહેર ભાજપ પુર્વ અધ્યક્ષ્ા અશોકભાઈ નંદા, હિતેનભાઈ ભટ્ટ, નગરપ્રાથમિક શિક્ષ્ાણ સમિતીના ચેરમેન મનિષભાઈ કનખરા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વેપારી આગેવાન શ્રેણીકભાઈ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, વસંતભાઈ ગોરી સહીતના મહાનુભાવોએ તેમની આગવી શૈલીમાં સંબોધન કરેલ હતું.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ વોર્ડ નં. પ અને 9ના લોક દરબારમાં જંગી જાહેર સભા જેવી મેદનીમાં છેલ્લા એક વર્ષ દરમીયાન જુદા-જુદા વિસ્તારમાં સી.સી. રોડ, સી.સી. બ્લોક સહીતના વિવિધ વિકાસના કામો માટે ફાળવેલી ગ્રાન્ટના કામોની યાદી રજુ કરી હતી, જેમાં વોર્ડ નં. પ માં રૂા. 1,77,17,પ00 તેમજ વોર્ડ નં. 9 માં રૂા. 61,1પ,000 વિકાસના કામો કરવામાં આવ્યા છે અને લોકો તરફથી સુચવાયેલા વિકાસના કામો ઝડપભેર થાય તેવું આયોજન હાથ ધરીને લોકોની સુવિધામાં વધારો થશે.
આ લોક દરબારમાં વોર્ડ નં. પ ના કોર્પોરેટર અને જામનગર મહાનગરપાલિકાના મેયર બિનાબેન કોઠારી, વોર્ડ નં. પ ના કોર્પોરેટરો કિશનભાઈ માડમ, આશિષભાઈ જોષી, સરોજબેન વિરાણી તેમજ વોર્ડ નં. 9 ના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના શાસક પક્ષ્ાના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો નિલેષભાઈ કગથરા, ધિરેનભાઈ મોનાણી અને ધર્મિષ્ઠાબેન સોઢા, વોર્ડ નં. પના વોર્ડ પ્રમુખ દિપકભાઈ વાછાણી, વોર્ડ નં. 9ના વોર્ડ પ્રમુખ ભાવેશભાઈ કોઠારી, આઈ.ટી. સેલના કોઠારીભાઈ, ડો. મધુભાઈ ગોંડલીયા, શિક્ષ્ાણ સમિતીના સભ્યોદિનેશભાઈ રબારી, નિલેષભાઈ હાડા, પરસોતમભાઈ કકલાણી તેમજ આકાશભાઈ બારડ, પારસભાઈ સોની, પ્રિતિબેન શુકલ, હિતુભા જાડેજા, જસ્મીનભાઈ, ભોમિકભાઈ ભોજાણી, આ વિસ્તાના ડોકટરો, વકીલો, બિલ્ડર્સ તેમજ જુદા-જુદા સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.